બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, શાસક અને વિપક્ષ બંને પક્ષો મતદારોને આકર્ષવા માટે અનેક વચનો આપી રહ્યા છે. રાષ્ટ્રીય જનતા દળ-RJD ના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે એક ચૂંટણી વચન આપતા કહ્યું કે જો મહાગઠબંધન સત્તામાં આવશે તો તમામ જીવિકા દીદી, આજીવિકા સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓ અને કરાર આધારિત કર્મચારીઓને કાયમી સરકારી નોકરીઓ આપવામાં આવશે. આ જાહેરાત મહાગઠબંધન સંયુક્ત ચૂંટણી ઢંઢેરો બહાર પાડતા પહેલા કરવામાં આવી હતી.
બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ ભારપૂર્વક જણાવ્યું છે કે જો NDA સત્તામાં પાછું આવશે, તો રાજ્યમાં વિકાસની ગતિ વધુ ઝડપી બનશે. ભાજપના પ્રદેશ પ્રમુખ ડૉ. દિલીપ જયસ્વાલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બિહારના લોકો વિધાનસભા ચૂંટણીમાં NDAને ફરી એકવાર સ્પષ્ટ બહુમતી આપશે.
Site Admin | ઓક્ટોબર 22, 2025 2:27 પી એમ(PM)
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા, મતદારોને આકર્ષવા રાજકીય પક્ષોના અનેક વચનો
