હવામાન વિભાગે આજે બિહાર, પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, ઝારખંડ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં પણ દિવસભર મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે.
આગામી 7 દિવસ દરમિયાન કેરળ, માહે, લક્ષદ્વીપ, કર્ણાટક, રાયલસીમા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. દરમિયાન, માછીમારોને 3 ઓગસ્ટ સુધી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ક્ષેત્રમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.
Site Admin | જુલાઇ 30, 2025 10:16 એ એમ (AM)
બિહાર, પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં આજે અતિભારે વરસાદની આગાહી
