બિહારમાં, વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં આજે અત્યાર સુધીમાં 31.38 ટકા મતદાન નોંધાયું છે. આ તબક્કામાં 20 જિલ્લાઓના 122 મતવિસ્તારો માટે મતદાન થઈ રહ્યું છે. 136 મહિલાઓ સહિત 1,302 ઉમેદવારોનું ભાવિ 3 કરોડ 70 લાખથી વધુ મતદાતાઓ નક્કી કરશે.
સવારે 7 વાગ્યે શરૂ થયેલ મતદાન સાંજે 6 વાગ્યે પૂર્ણ થશે, જો કે 7 મતવિસ્તારોમાં સુરક્ષાના કારણોસર સાંજે 5 વાગ્યે મતદાન પૂર્ણ થશે. ચૂંટણી પંચે સરળ મતદાન માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. ગયા જી અને કિશનગંજમાં સૌથી વધુ મતદાન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના મતદાતાઓને પૂરા ઉત્સાહ સાથે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ રાજ્યના તમામ યુવા મતદાતાઓ જે પહેલી વાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે તેમણે પણ ઉત્સાહ પૂર્વક મતદાન કરવા અપીલ કરી છે. પ્રથમ તબક્કાની ચૂંટણી આ મહિનાની 6 તારીખે યોજાઈ હતી, મતગણતરી આ મહિનાની 14 તારીખે હાથ ધરવામાં આવશે.
Site Admin | નવેમ્બર 11, 2025 1:52 પી એમ(PM)
બિહારમા બીજા તબક્કાનું અગિયાર વાગ્યા સુધીમાં 31.38 ટકા જેટલુ મતદાન