ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 18, 2025 8:53 એ એમ (AM)

printer

બિહારમાં, NDA ના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આવતીકાલે પટનામાં તેમના નેતાની પસંદગી માટે મળશે

બિહારમાં, NDA ના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આવતીકાલે પટનામાં તેમના નેતાની પસંદગી કરવા માટે મળશે. પાંચ ઘટક પક્ષો – ભાજપ, જનતા દળ (યુનાઇટેડ), લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), હિન્દુસ્તાની અવમ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચાના ૨૦૨ NDA ધારાસભ્યો આ બેઠકમાં ભાગ લેશે. મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર બિહારમાં NDA વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાય તેવી શક્યતા છે. ત્યારબાદ NDA વિધાનસભા પક્ષના નેતા રાજ્યમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.આ પહેલા, ભાજપ અને JD(U) અલગ-અલગ બેઠકોમાં તેમના વિધાનસભા પક્ષના નેતાઓની પસંદગી કરશે. આ બેઠકો પણ આવતીકાલે થવાની શક્યતા છે.આ દરમિયાન, NDAના બે મુખ્ય ઘટક પક્ષો – ભાજપ અને JDU વચ્ચે સરકારની રચના, મંત્રીમંડળનું કદ અને વિવિધ ઘટક પક્ષોમાં મંત્રી પદોની વહેંચણી અંગે ચર્ચાઓ ચાલી રહી છે.અંતિમ નિર્ણય અને ભાજપના ટોચના નેતાઓ સાથે ચર્ચા માટે, જેડી(યુ)ના કાર્યકારી પ્રમુખ સંજય ઝા અને પાર્ટીના વરિષ્ઠ નેતા રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહ ગઈકાલે રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા.પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ સમારોહ ગુરુવારે યોજાશે. નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને એનડીએના વરિષ્ઠ નેતાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.