બિહારમાં, સાત નિશ્ચય કાર્યક્રમ હેઠળ, મુખ્યમંત્રી નિશ્ચય સ્વ-સહાય ભથ્થું યોજના હવે કલા, વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહોના બેરોજગાર પુરુષ અને સ્ત્રી સ્નાતકોને પણ લાભ અપાશે. મુખ્યમંત્રી નિશ્ચય સ્વયં સહાયતા ભથ્થું યોજના તરીકે ઓળખાતી આ યોજના હેઠળ તેમને બે વર્ષ સુધી એક હજાર રૂપિયાનું માસિક ભથ્થું મળશે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહેલી શ્રેણીબદ્ધ જાહેરાતોના ભાગ રૂપે આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. આ વિસ્તરણ હેઠળ, 20 થી 25 વર્ષની વય જૂથના સ્નાતક યુવાનો, જેઓ વધુ અભ્યાસ માટે નોંધાયેલા નથી અને સક્રિયપણે નોકરી કે રોજગાર શોધી રહ્યા છે, તેઓ આ યોજના હેઠળ પાત્ર બનશે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2025 1:50 પી એમ(PM)
બિહારમાં હવે કલા, વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહોના બેરોજગાર સ્નાતકોને પણ લાભ અપાશે