બિહારમાં આયોજિત ખાસ સઘન સુધારા કવાયતના મુદ્દા પર વિપક્ષી પક્ષોના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. વિપક્ષી પક્ષો SIR મુદ્દા પર ચર્ચાની માંગ કરી રહ્યા હતા.
જ્યારે લોકસભા સવારે 11 વાગ્યે મળી, ત્યારે કોંગ્રેસ, DMK, TMC અને અન્ય વિપક્ષી પક્ષો સૂત્રોચ્ચાર કરતા વેલમાં ધસી ગયા. હોબાળા વચ્ચે, સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો. સ્પીકરે કહ્યું, વિરોધ કરી રહેલા સભ્યો પૂર્વયોજિત રીતે ગૃહને ખલેલ પહોંચાડી રહ્યા છે. તેમણે કહ્યું, વિરોધ કરી રહેલા સભ્યોનું વર્તન સંસદીય લોકશાહી માટે યોગ્ય નથી. ઘોંઘાટ ચાલુ રહેતાં, સ્પીકરે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું.
રાજ્યસભામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. જ્યારે ગૃહ સવારે 11 વાગ્યે મળ્યુ, ત્યારે વિપક્ષી પક્ષોએ ખાસ સઘન સુધારા કવાયત પર ચર્ચાની માંગણી સાથે વિરોધ શરૂ કર્યો. ઉપાધ્યક્ષ હરિવંશે સતત વિક્ષેપ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે કેટલાક સભ્યો પૂર્વયોજિત રીતે ગૃહને ખલેલ પહોંચાડી રહ્યા છે. હોબાળા વચ્ચે, અધ્યક્ષે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું.
Site Admin | ઓગસ્ટ 5, 2025 1:36 પી એમ(PM)
બિહારમાં સઘન સુધારણા કવાયત અંગેના વિરોધ પક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે
