બિહારમાં વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. વિવિધ પક્ષોના ટોચના નેતાઓ રાજ્યભરમાં રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે.ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ચૂંટણી પ્રચાર માટે બિહારની મુલાકાત લેશે. તેઓ આજે બપોરે અરાહમાં અને ત્યારબાદ નવાદામાં જાહેર સભાને સંબોધિત કરશે. શ્રી મોદી રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે અને એનડીએ ઉમેદવારોના સમર્થનમાં પટનામાં રોડ શોમાં ભાગ લેશે.તેઓ પટના શહેરમાં તખ્ત શ્રી હરિમંદિર સાહિબ ગુરુદ્વારાની મુલાકાત પણ લેશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુઝફ્ફરપુર અને વૈશાલીમાં ચૂંટણી રેલીમા સંબોધન કરશે.બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બેગુસરાય અને ખગરિયામાં બે ચૂંટણી રેલી કરશે, જ્યારે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ મુંગેર, પટના, વૈશાલી અને સારણમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે.પ્રથમ તબક્કામાં 18 જિલ્લાની 121 વિધાનસભા બેઠકો માટે 6ઠ્ઠી નવેમ્બરે મતદાન યોજાશે.
Site Admin | નવેમ્બર 2, 2025 8:37 એ એમ (AM)
બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં – વિવિધ પક્ષોના વરિષ્ઠ નેતાઓની જાહેર સભાઓ