ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 24, 2025 3:03 પી એમ(PM)

printer

બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો-ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સમસ્તીપુરમાં જનસભા-મહાગઠબંધનની પણ રેલીઓ

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચારે વેગ પકડ્યો છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના સ્ટાર પ્રચારકો તેમના ઉમેદવારોના સમર્થનમાં રાજ્યભરમાં રેલીઓ યોજી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સમસ્તીપુરમાં ચૂંટણીસભા સંબોધી. શ્રી મોદીએ કહ્યું, બિહાર ફરી એકવાર NDA સરકાર બનશે. તેમણે ઉમેર્યું, NDA એટલે વિકાસની ગેરંટી. બીજી તરફ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને RJD નેતા તેજસ્વી પ્રસાદ યાદવ પણ આજથી પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરશે.