બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડશે. આ સાથે, પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનું શરૂ થશે. 243 સભ્યોની બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કા માટે 6 નવેમ્બરના રોજ 121 બેઠકો પર મતદાન થશે. ઉમેદવારો આ મહિનાની ૧૭મી તારીખ સુધી તેમના ઉમેદવારીપત્રો દાખલ કરી શકશે. ઉમેદવારી પત્રોની ચકાસણી બીજા દિવસે થશે, અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે.
બીજા તબક્કામાં 11 નવેમ્બરના રોજ 122 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. જ્યારે મતગણતરી ૧૪ નવેમ્બરે થશે. દરમિયાન બિહાર વિધાનસભા ચૂંટણીઓ સુચારુ રીતે યોજાય તે માટે લગભગ 8 લાખ 50,000 અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
Site Admin | ઓક્ટોબર 10, 2025 9:13 એ એમ (AM)
બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડશે
