બિહારમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, નીતિશ કુમાર NDA નેતાનો ચહેરો છે. તેમણે કહ્યું કે, બેઠક ફાળવણી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પટણામાં મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે NDA વિધાનસભા ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યું કે નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની NDA સરકાર બિહારના લોકોની સેવામાં સતત કાર્યરત છે.
બીજી તરફ, રાષ્ટ્રીય જનતા દળ-RJD એ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી) લિબરેશનના નેતાઓએ ગઈકાલે વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને પક્ષના અન્ય ટોચના નેતાઓ સાથે બેઠક કરી હતી.
Site Admin | ઓક્ટોબર 8, 2025 7:46 પી એમ(PM)
બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો
