ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 21, 2025 9:22 એ એમ (AM)

printer

બિહારમાં, વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૨૧ વિધાનસભા બેઠકો પર એક હજાર ૩૧૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારી પત્રોની ચકાસણી આજે હાથ ધરાશે.આ તબક્કામાં ૧૧ નવેમ્બરે ૨૦ જિલ્લાઓમાં ફેલાયેલા ૧૨૨ મતવિસ્તારોમાં મતદાન થશે. આ તબક્કામાં ૧૨૨ બેઠકો માટે ૨ હજાર ૬૦૦ થી વધુ ઉમેદવારી પત્રો દાખલ કરાયા છે. ઉમેદવારો ૨૩ ઓક્ટોબર સુધીમાં પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકશે.દરમિયાન, મહાગઠબંધનના ઘટકોએ એકબીજા સામે ઉમેદવારો ઉભા રાખ્યા છે.RJD એ ૧૪૩ બેઠક પર, કોંગ્રેસે ૬૧ બેઠક પર અને CPIએ ૨૦ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ સમાપ્ત થયા બાદ, ૧૨૧ વિધાનસભા બેઠકો માટે કુલ ૧ હજાર ૩૧૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કા માટે મતદાન ૬ઠ્ઠી નવેમ્બરે યોજાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.