રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી આજે પટના જંકશનથી બિહારને વધુ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન અને ચાર પેસેન્જર ટ્રેનની શરૂઆત કરાવશે.આ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મુઝફ્ફરપુરથી ચારલાપલ્લી, દરભંગાથી મદાર જંકશન અને છાપરાથી આનંદ વિહાર ટર્મિનલને જોડશે.અમૃત ભારત એક્સપ્રેસ હાલમાં દેશભરમાં 12 સેવાઓ ચલાવે છે, જેમાંથી 10 બિહારથી ચાલે છે. વધુ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોના લોન્ચ સાથે, અમૃત ભારત ટ્રેનોની કુલ સંખ્યા 15 થઈ જશે.ઉપરાંત, ચાર નવી પેસેન્જર ટ્રેન નવાદા, ઇસ્લામપુર, બક્સર અને ઝાઝા સહિતના મુખ્ય શહેરોને જોડે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ત્રણ નવી ટ્રેન સાથે, બિહાર રાજ્યની કનેક્ટિવિટીમાં વધુ સુધારો થશે, જે વિકસિત બિહાર દ્વારા વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
Site Admin | સપ્ટેમ્બર 29, 2025 8:43 એ એમ (AM)
બિહારમાં વધુ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન અને ચાર નવી પેસેન્જર ટ્રેન દોડશે
