મે 6, 2025 10:05 એ એમ (AM)

printer

બિહારમાં રમાઇ રહેલા યુવા રમતોત્સવ, ખેલો ઇન્ડિયામાં કર્ણાટકે નવ ચંદ્રકો સાથે વર્ચસ્વ જાળવી રાખ્યું

બિહારમાં રમાઇ રહેલા યુવા રમતોત્સવ, ખેલો ઇન્ડિયામાં કર્ણાટકે નવ ચંદ્રકો સાથે વર્ચસ્વ જાળવી રાખ્યું છે, જેમાં ચાર સુવર્ણ અને પાંચ રજતચંદ્રકનો સમાવેશ થાય છે.બે સુવર્ણચંદ્રક સહિત કુલ છ ચંદ્રક સાથે દિલ્હી બીજા ક્રમે છે, જ્યારે બે સુવર્ણ સહિત ત્રણ ચંદ્રક સાથે રાજસ્થાન ત્રીજા ક્રમે છે.આજે ખેલો ઇન્ડિયા રમતોત્સવનો ત્રીજો દિવસ છે. હોકી, ટેબલ ટેનિસ, સાઇકલિંગ અને રગ્બીની સ્પર્ધાઓ આજે શરૂ થશે.આજની મુખ્ય રમતગમત સ્પર્ધાઓમાં સેપક ટકરાવ, જુડો, સ્વિમિંગ અને શૂટિંગનો સમાવેશ થાય છે.