બિહારમાં યોજાયેલી ખાસ સઘન સમીક્ષા SIR અને અન્ય મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા થયેલા હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી.
બીજી વખત મુલતવી રાખ્યા પછી બપોરે 2 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે, વિપક્ષી પક્ષો સૂત્રોચ્ચાર કરતા ગૃહની મધ્યમાં ધસી આવ્યા હતા, અને SIR મુદ્દા પર ચર્ચાની માંગણી શરૂ કરી. હોબાળા વચ્ચે, ગૃહે મણિપુર વસ્તુ અને સેવા કર સુધારા બિલ 2025 અને મણિપુર એપ્રોપ્રિએશન (નંબર 2) બિલ 2025 પસાર કર્યા. વિપક્ષે SIR અને વિવિધ મુદ્દે હોબાળો કરતાં અધ્યક્ષે ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી.
રાજ્યસભામાં પણ, પ્રથમ મુલતવી પછી, જ્યારે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યે શરૂ થઈ, ત્યારે વિપક્ષી પક્ષોએ SIR મુદ્દા પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા. હોબાળા વચ્ચે, ગૃહે કોસ્ટલ શિપિંગ બિલ 2025 પસાર કર્યું. હોબાળા વચ્ચે, અધ્યક્ષે ગૃહની કાર્યવાહી દિવસ માટે મુલતવી રાખી.
Site Admin | ઓગસ્ટ 7, 2025 7:59 પી એમ(PM)
બિહારમાં યોજાયેલી ખાસ સધન સમીક્ષા SIR અને અન્ય મુદ્દાઓ પર બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત
