બિહારમાં મતદાર યાદીના વિશેષ સઘન સમીક્ષા પર ચર્ચાની માંગના મુદ્દાઓ પર વિરોધ પક્ષોનાં હોબાળા બાદ આજે બંને ગૃહોમાં વારંવાર કામકાજ મોકૂફ રાખવામાં આવ્યું. લોકસભા બે વાર અને રાજ્યસભા ત્રણ વખત સ્થગિત કરવામાં આવી હતી અને છેવેટે દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી.
બીજા સ્થગન પછી સાંજે 4 વાગ્યે લોકસભાની બેઠક શરૂ થઈ ત્યારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે અમેરિકાએ લાદેલા ટેરિફ પર ચર્ચા શરૂ કરી હતી. ત્યારબાદ અધ્યક્ષ ઓમ બિરલાએ શૂન્યકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. ઘોંઘાટ વચ્ચે તેમણે ગૃહને દિવસ માટે સ્થગિત કરી દીધું હતું.
રાજ્યસભામાં પણ આવા જ દૃશ્યો જોવા મળ્યા હતા. બપોરે 2 વાગ્યે ગૃહ ફરી એકત્ર થયું, ત્યારે વિરોધ પક્ષોએ બિહારમાં મતદાર યાદીની વિશેષ સઘન સમીક્ષા સહિત વિવિધ મુદ્દાઓ પર નારા લગાવવાનું શરૂ કર્યું. ઘોંઘાટ વચ્ચે અધ્યક્ષે ગૃહની કાર્યવાહી સાંજે 4.30 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. જ્યારે ગૃહની ફરી બેઠક મળી ત્યારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારતીય ચીજવસ્તુઓ પર અમેરિકા દ્વારા જાહેર કરાયેલા પારસ્પરિક ટેરિફ અંગે નિવેદન આપ્યું હતું. શોરબકોર ચાલુ રહેતા ગૃહની કાર્યવાહી દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.
Site Admin | જુલાઇ 31, 2025 8:16 પી એમ(PM)
બિહારમાં મતદાર યાદીની સમીક્ષા મુદ્દે વિરોધ પક્ષોનાં વારંવાર શોરબકોરને પગલે સંસદનાં બંને ગૃહોમાં દિવસ પૂરતી કાર્યવાહી મોકૂફ
