જુલાઇ 11, 2025 9:43 એ એમ (AM)

printer

બિહારમાં, મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણાનું 66 ટકા કાર્ય પૂર્ણ

બિહારમાં, મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણાનું 66 ટકા કાર્ય છેલ્લી સમયમર્યાદાના લગભગ બે અઠવાડિયા પહેલા પૂર્ણ થઈ ગયું છે. રાજ્યમાં કુલ 7 કરોડ 89 લાખ હાલના મતદારોમાંથી, ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં 5 કરોડ 22 લાખ મતદારોના ગણતરી ફોર્મ એકત્રિત કરવામાં આવ્યા છે. આ સુધારણા અભિયાન 24 જૂને શરૂ થયું હતું. ચૂંટણી પંચે આ પ્રગતિનું શ્રેય મતદારોની સક્રિય ભાગીદારી અને લેવલ ઓફિસરો અને ચાર લાખથી વધુ સ્વયંસેવકોના સંકલિત પ્રયાસોને આપ્યો છે, આ ઉપરાંત, તમામ માન્ય રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત બૂથ લેવલ એજન્ટો- પણ આ કાર્યમાં સહયોગ કરી રહ્યા છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે જો વર્તમાન ગતિ જાળવી રાખવામાં આવે તો, 25 જુલાઈની સમયમર્યાદા પહેલાં કાર્ય પૂર્ણ થઈ શકે છે.
સર્વોચ્ચ અદાલતે ગઈકાલે પંચને બિહારમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા અભિયાન ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. જોકે, સર્વોચ્ચ અદાલતે, ન્યાયના હિતમાં, ચૂંટણી પંચે ચાલુ સુધારણા પ્રક્રિયા દરમિયાન આધાર, રેશન કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ જેવા મુખ્ય ઓળખ દસ્તાવેજો સ્વીકારવા અંગે પણ વિચારવા જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.