પ્રથમ તબક્કાના મતદાનની વચ્ચે બીજા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. NDA અને મહાગઠબંધન અને અન્ય રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો અને વરિષ્ઠ નેતાઓ આજે ચૂંટણીલક્ષી મતવિસ્તારોમાં અનેક ચૂંટણી રેલીઓને સંબોધિત કરી રહ્યા છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અરરિયામાં ચૂંટણી રેલીને સંબોધી હતી. જ્યારે બીજી રેલી ભાગલુપરમાં સંબોધશે… કેન્દ્રીય પ્રધાન અમિત શાહ પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ અને મધુબની જિલ્લામાં રહેશે, જ્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પૂર્વ ચંપારણ અને સીતામઢી જિલ્લામાં રહેશે.
મહાગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તેજસ્વી પ્રસાદ યાદવ આજે મધુબની, સુપૌલ, કિશનગંજ, કટિહાર અને પૂર્ણિયા જિલ્લાઓને આવરી લેતી 18 ચૂંટણી રેલીઓને સંબોધિત કરવાના છે.
Site Admin | નવેમ્બર 6, 2025 2:10 પી એમ(PM)
બિહારમાં બીજા તબક્કાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું, અરરિયામાં પ્રધાનમંત્રીએ ચૂંટણી સભા સંબોધી