બિહારમાં પુરુષ ઍશિયા કપ હૉકી ચેમ્પિયનશીપના સુપર ફૉર તબક્કાની બીજી મૅચમાં ભારતીય ટીમ આજે સાંજે મલેશિયા સામે રમશે. રાજગીર આંતર-રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત વાગ્યાથી આ મૅચ રમાશે. ભારતની પહેલી મૅચ ગઈકાલે સાંજે કૉરિયા સામે 2—2થી ડ્રૉ રહી હતી.
અન્ય એક સુપર ફૉર મુકાબલામાં ચીન આજે કૉરિયા સામે રમશે. કૉરિયા અને ચીન વચ્ચેની મૅચ સાંજે પાંચ વાગ્યાથી શરૂ થશે. સુપર ફૉર તબક્કામાં ટોચની બે ટીમ સાત સપ્ટેમ્બરે રમાનારી ફાઈનલ માટે ક્વાલિફાય થશે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 2:10 પી એમ(PM)
બિહારમાં પુરુષ ઍશિયા કપ હૉકી ચેમ્પિયનશીપના સુપર ફૉર તબક્કાની બીજી મૅચમાં આજે ભારત અને મલેશિયાનો મુકાબલો.
