બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધીમાં 27.65 ટકા મતદાન નોંધાયું છે, જેમાં બેગુસરાય જિલ્લામાં મહત્તમ 30.37 ટકા મતદાન થયું છે.
બિહારમાં સુચારૂ રૂપે મતદાન ચાલી રહ્યું હોવાનું ચૂંટણી પંચે જાહેર કર્યું હતું. 121 બેઠકો ઉપર ચાલી રહેલા મતદાન દરમિયાન રાજ્યના ટોચના નેતાઓએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો.
જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પટણા જિલ્લાના બખ્તિયારપુરમાં, નાયબ મુખ્યમંત્રી અને તારાપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરીએ મુંગેરમાં, ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને તેમની પત્નીએ હાજીપુર મુકેશ સહાનીએ દરભંગામાં મતદાન કર્યું હતું.
મતદાન સવારે ૭ વાગ્યે શરૂ થયું હતું અને સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે. તમામ મતદાન મથકો ઉપર સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરાઇ છે.
Site Admin | નવેમ્બર 6, 2025 2:11 પી એમ(PM)
બિહારમાં પહેલા તબક્કાની 121 બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યુ છે, અત્યાર સુધીમા 27.65 ટકા મતદાન