બિહારમાં, નીતિશ કુમારને સર્વાનુમતે JDU વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. જ્યારે પટનામાં પાર્ટીના રાજ્ય મુખ્યાલય ખાતે નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીને વિધાનસભા પક્ષના નેતા તરીકે અને વિજય કુમાર સિંહાને નાયબ વિધાનસભા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ બેઠક ત્રણ કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં યોજાઈ હતી.
NDA ગઠબંધનના સાથી પક્ષો – ભારતીય જનતા પાર્ટી, જનતા દળ (યુનાઇટેડ), લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), હિન્દુસ્તાની અવમ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચા – ના તમામ 202 ધારાસભ્યો તેમના નેતાની પસંદગી કરશે. મુખ્યમંત્રી નીતિશ કુમાર NDA વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાય તેવી શક્યતા છે. તેઓ આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
Site Admin | નવેમ્બર 19, 2025 1:28 પી એમ(PM)
બિહારમાં, નીતિશકુમારને સર્વાનુમતે JDU વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા.