નવેમ્બર 17, 2025 9:03 એ એમ (AM)

printer

બિહારમાં નવી સરકારની રચનાને લઈને NDA ગઠબંધનમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ

બિહારમાં નવી સરકારની રચનાને લઈને NDA ગઠબંધનમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. પટના અને નવી દિલ્હીમાં NDA ગઠબંધનના સભ્યો વચ્ચે ચર્ચાઓ અને બેઠકો ચાલી રહી છે. મંત્રીમંડળની રચના અને મંત્રી પરિષદમાં વિવિધ પક્ષોના પ્રતિનિધિત્વ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ ચાલી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, તેને 89 બેઠકો મળી છે. ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) 19 બેઠકો જીતી, હિન્દુસ્તાની અવમ મોરચાએ પાંચ અને રાષ્ટ્રીય લોક મોરચાએ ચાર બેઠકો જીતી.દરમ્યાન જનતા દળ (યુનાઇટેડ) આજે પટનામાં પોતાના નેતાની પસંદગી માટે બેઠક કરશે. નવા ચૂંટાયેલા 85 જનતા દળ (યુનાઇટેડ) વિધાનસભા પક્ષના સભ્યો સર્વાનુમતે નીતિશ કુમારને પક્ષના નેતા તરીકે ચૂંટે તેવી અપેક્ષા છે. ભારતીય જનતા પાર્ટી આજે તેના વિધાનસભા પક્ષના નેતાની પણ પસંદગી કરશે. આ પછી, NDA બેઠક યોજાશે. નવા ચૂંટાયેલા NDA વિધાનસભા પક્ષના સભ્યોની બેઠક પણ આજે અપેક્ષિત છે. ત્યારબાદ NDA પોતાના નેતાની પસંદગી કરશે અને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.આ પહેલા વર્તમાન સરકારના મંત્રી પરિષદની અંતિમ બેઠક આજે મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં યોજાશે. આ બેઠકમાં વર્તમાન મંત્રી પરિષદને ભંગ કરીને નવી સરકાર બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવશે. ત્યારબાદ, મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કરશે.દરમિયાન નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સમારોહ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાશે, જ્યાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન નવા મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને શપથ લેવડાવશે. શપથ ગ્રહણ સમારોહ 20 નવેમ્બરના રોજ થવાની ધારણા છે. દરમિયાન, પટના જિલ્લા વહીવટીતંત્રે આજથી 20 નવેમ્બર સુધી ગાંધી મેદાનને જાહેર મેળાવડા માટે બંધ કરી દીધું છે.બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી વિનોદસિંહ ગુંજિયાલે પટનાના રાજભવન ખાતે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને 243 નવા ચૂંટાયેલા ધારાસભ્યોની યાદી સોંપ. આ યાદીમાં NDAના 202, મહાગઠબંધનના 34 અને AIMIM, ભારતીય સમાવેશી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી સહિત તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોના નામનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.