ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 22, 2025 1:24 પી એમ(PM)

printer

બિહારમાં ચૂંટણી પંચની વિશેષ સઘન સમીક્ષા, S.I.R.ના મુદ્દે વિપક્ષોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યુ.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના સાંસદોએ આજે બિહારમાં ચૂંટણી પંચની વિશેષ સઘન સમીક્ષા ,એસ. આઈ. આર.ની કવાયત સામે સંસદના મકરદ્વાર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પ્લેકાર્ડ્સ દર્શાવીને અને સૂત્રોચ્ચાર કરીને તેમણે સરકારને સમીક્ષાનો ઇરાદો અને કાયદેસરતા સ્પષ્ટ કરવાની માંગ કરી હતી. તેમણે વિશેષ સઘન સમીક્ષાને પાછી ખેંચવાની પણ માંગ કરી હતી. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ, સપા, રાજદ, ટીએમસી, ડીએમકે અને અન્ય સહિત વિવિધ રાજકીય પક્ષોના વિપક્ષી સાંસદોએ ભાગ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.