ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 18, 2024 7:05 પી એમ(PM)

printer

બિહારમાં ચાર વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

બિહારમાં ચાર વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે જ ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ છે.રાજ્યની ઈમામગંજ, બેલાગંજ, રામગઢ અને તરારી એમ ચાર વિધાનસભા મતવિસ્તારમાં આગામી 13નવેમ્બરે મતદાન થશે. આ પેટા-ચૂંટણી માટે 25 ઑક્ટોબર સુધી ઉમેદવારીપત્ર દાખલ કરીશકાશે. જ્યારે 30 ઑક્ટોબરે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે.ગયા, કૈમૂર અને ભોજપૂર ત્રણ જિલ્લામાં ફેલાયેલી આ બેઠકો પરના ધારાસભ્ય જીતનરામ માંઝી, સુરેન્દ્ર પ્રસાદ યાદવ, સુધાકર સિંહઅને સુદામા પ્રસાદની લોકસભાના સાંસદ તરીકે પસંદગી થવાના કારણે આ પેટા-ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીની મતગણતરી 23 નવેમ્બરે યોજાશે.