ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 23, 2025 2:33 પી એમ(PM)

printer

બિહારમાં એક માર્ગ અકસ્માતમાં આઠ લોકોનાં મોત

બિહારમાં પટણા જિલ્લાના દાનિયાવન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે એક માર્ગ અકસ્માતમાં આઠ લોકોનાં મોત થયાં હતાં અને પાંચ અન્ય ઘાયલ થયાં હતાં.
પોલીસે જણાવ્યું હતું કે દાનિયાવાનમાં રાજ્ય ધોરીમાર્ગ પર સિગ્રિયાવા સ્ટેશન નજીક એક ઓટોરિક્ષાને એક ટ્રકે ટક્કર મારતા આ અકસ્માત થયો હતો, જ્યારે જેમાં આઠ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પાંચ ઘાયલોને પટણાની પીએમસીએચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ મૃતકો નાલંદા જિલ્લાના હિલ્સા પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળે છે. તમામ મુસાફરો ગંગા નદીમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે ફતુહામાં ત્રિવેણી ઘાટ તરફ જઈ રહ્યા હતા.