બિહારમાં આજે સાંજે મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા છે. પટનાના રાજભવન ખાતે યોજાનારા સમારોહમાં અનેક નવા મંત્રીઓને શપથ લેવડાવવામાં આવે તેવી શક્યતા છે. આજે અચાનક જ મહેસુલ અને જમીન સુધારણા મંત્રી ડૉક્ટર દિલિપ કુમાર જયસ્વાલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ડૉક્ટર જયસ્વાલે બિહાર ભાજપના અધ્યક્ષપદે પરથી
પણ રાજીનામું આપ્યું છે.
ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને મુખ્યમંત્રી તેમ જ જનતાદળ યુનાઈટેડના અધ્યક્ષ નીતિશ કુમારે મંત્રીમંડળના વિસ્તરણની પદ્ધતિઓ અંગે ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપ ક્વૉટામાંથી ચારથી પાંચ નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. હાલમાં ભાજપના ક્વૉટાના ઘણા મંત્રીઓ એકથી વધુ મંત્રાલયનો હવાલો સંભાળી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને
નવા મંત્રીઓના શપથગ્રહણ પછી નવા મંત્રીઓને વધારાની જવાબદારીઓ ફાળવવામાં આવશે.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 2:24 પી એમ(PM)
બિહારમાં આજે સાંજે મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા છે