બિહારમાં વિધાનસભા ચૂંટણીની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી ચાલી રહી છે. રાજ્યના 38 જિલ્લામાં 48 મતદાન કેન્દ્ર પર આજે સવારે આઠ વાગ્યે ગણતરી શરૂ થઈ. તમામ 243 બેઠક પણ વલણ મળી રહ્યા છે. NDA 193, મહાગઠબંધન 44 અને અન્ય છ બેઠક પર આગળ ચાલી રહી છે.
ભારતીય જનતા પાર્ટી 88, જનતા દળ યુનાઈટેડ 78, લોક જનશક્તિ પાર્ટી- રામવિલાસ 21, હમ ચાર અને RLM બે બેઠક પર આગળ છે. જ્યારે રાષ્ટ્રીય જનતા દળ 32, કૉંગ્રેસ ચાર, સીપીઆઈ માલે-લેનિન છ, સીપીઆઈ માલે એક અને સીપીઆઈ એક બેઠક પર આગળ છે.
સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવા 243 ચૂંટણી અધિકારી તહેનાત કરાયા છે. સત્તાવાર પરિણામ ભારતીય ચૂંટણી પંચના પરિણામ પૉર્ટલ https://results.eci.gov.in પરથી જાણી શકાશે.
Site Admin | નવેમ્બર 14, 2025 1:29 પી એમ(PM)
બિહારની 243 વિધાનસભા બેઠકો માટે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી-વલણોમાં NDA આગળ