ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 13, 2025 1:53 પી એમ(PM)

printer

બિહારની મુખ્ય નદીઓમાં પાણીનો પ્રવાહ વધતા 10 જિલ્લાઓના 19 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા

બિહારમાં ગંગા, ગંડક, સોન, કોસી, મહાનંદા અને બાગમતી સહિતની મુખ્ય નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે, રાજ્યના 10 જિલ્લાના 19 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. ભાગલપુર, મુંગેર, બેગુસરાય, વૈશાલી, ભોજપુર, ખગરિયા અને પટણા જિલ્લાઓ પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સામેલ છે.
ઉપરવાસમાં સતત વરસાદને કારણે રાજ્યમાં મોટાભાગની નદીઓના પાણીનું સ્તર વધી ગયું છે અને તેમાંથી મોટાભાગની નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. માત્ર ભાગલપુરમાં જ સાડા ચાર લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ગંગામાં વધતા પાણીના સ્તરને કારણે ભાગલપુર શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.