બિહારમાં નદીઓના જળસ્તરમાં અચાનક વધારો થવાને કારણે, નાલંદા, જહાનાબાદ અને ગયા જિલ્લાના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ફાલ્ગુ, લોકાયિન, મુહાને અને રાજ્યની અન્ય મોસમી નદીઓમાં પાણી વધવાથી અને ઝારખંડથી ફાલ્ગુ નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવાથી આ સ્થિતિ સર્જાઈ છે. જળ સંસાધન વિભાગે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. નાલંદા, જહાનાબાદ અને ગયામાં ઘણા ઘરો પૂરની ઝપેટમાં આવ્યા છે અને પાક પણ મોટા પાયે નાશ પામ્યો છે.
નાલંદા જિલ્લામાંથી પસાર થતી લોકાયિન નદીના પાણીમાં વધારો થવાથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. નાલંદાના એકાંગરાસરાય અને હિલસા બ્લોકના લગભગ 12 ગામોમાં પૂરનું પાણી ફેલાઈ ગયું છે, જેના કારણે લોકોને છત અને નજીકના ઊંચા સ્થળોએ આશરો લેવાની ફરજ પડી છે. નાલંદાનો જહાનાબાદ સાથે સીધો સંપર્ક કપાઈ ગયો છે અને વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે.
ગયા જિલ્લામાં, ફાલ્ગુ, મુહાણે અને અન્ય મોસમી નદીઓના પૂરના પાણી બોધ ગયાના ઘણા ગામોમાં પ્રસરી ગયા છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.
Site Admin | ઓગસ્ટ 24, 2025 1:48 પી એમ(PM)
બિહારની નદીઓનું જળસ્તર વધતાં નાલંદા, જહાનાબાદ અને ગયા જિલ્લાના ઘણા વિસ્તારોમાં પૂર.
