બિહારના સિવાન અને સારણ જિલ્લામાં શંકાસ્પદ ઝેરી શરાબનાં સેવનથી 25 વ્યક્તિનાં મૃત્યુ થયા છે અને 22 વ્યક્તિ બિમાર પડી છે. આકાશવાણી સાથેની મુલાકાતમાં નશાબંધી અને આબકારી મંત્રી રત્નેશ સાદાએ જણાવ્યું કે છેલ્લાં 24 કલાકમાં સિવાનમાં 20 અને સારણમાં પાંચ લોકોનાં મૃત્યુ થયા છે. પોલિસની ટૂકડીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને ઘટનાની તપાસ કરી રહી છે. નશાબંધી અને આબકારી વિભાગની ટીમ સ્થાનિક નિવાસીઓએ જ્યાંથી ઝેરી શરાબ ખરીદ્યો હતો તે ગામડાંઓની મુલાકાત લઈ રહી છે. જિલ્લા વહીવટીતંત્રએ જણાવ્યું છે કે, મૃત્યુનું ચોક્કસ કારણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી જાણી શકાશે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 7:49 પી એમ(PM) | ઝેરી શરાબ
બિહારના સિવાન અને સારણ જિલ્લામાં શંકાસ્પદ ઝેરી શરાબનાં સેવનથી 25 વ્યક્તિનાં મૃત્યુ થયા
