એપ્રિલ 1, 2025 10:01 એ એમ (AM)

printer

બિહારના રાજગીરમાં હીરો એશિયા કપ હોકી સ્પર્ધા 2025 યોજાશે

બિહારના રાજગીરમાં હીરો એશિયા કપ હોકી સ્પર્ધા 2025 યોજાશે.હોકી ઇન્ડિયા અને બિહાર રાજ્ય રમતગમત સત્તામંડળે પટનામાં આ સંદર્ભે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.આ સ્પર્ધા 29 ઓગસ્ટથી સાત સપ્ટેમ્બર દરમિયાન રાજગીર હોકી સ્ટેડિયમ ખાતે યોજાશે. હીરો એશિયા કપની 12મી આવૃત્તિમાં ભારત, પાકિસ્તાન, જાપાન, કોરિયા, ચીન અને મલેશિયા સહિત આઠ ટીમ ભાગ લેશે. બાકીની બે ટીમ ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ, AHF કપ દ્વારા પોતાનું સ્થાન સુરક્ષિત કરશે.