ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 20, 2024 8:08 પી એમ(PM)

printer

બિહારના પટના, બક્સર, અરવલ અને વિવિધ જિલ્લા અને મુખ્યમથકો ઉપર વિરોધ પ્રદર્શન કર્યું

ભારત બ્લોકના ઘટક પક્ષોએ આજે રાજ્યમાં કથિત કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને બિહારના પટના, બક્સર, અરવલ અને વિવિધ જિલ્લાનૈ મુખ્યમથકો ઉપર વિરોધ પ્રદર્શન કર્યું.

કોંગ્રેસ, આરજેડી, સીપીઆઈ એમએલ અને વિપક્ષી ગઠબંધનના અન્ય પક્ષોના નેતાઓ અને પક્ષના કાર્યકરોએ રાજ્યના ઘણા ભાગોમાં નીતિશ કુમારની આગેવાની હેઠળની સરકાર સામે વિરોધ કૂચ કરી હતી.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહે અન્ય નેતાઓ સાથે પટનાના ડાક બંગલો રાઉન્ડ અબાઉટ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ બાદ પટનામાં જિલ્લા મેજિસ્ટ્રેટને એક આવેદનપત્ર આપ્યુ હતું.

ભાજપ અને એનડીએના અન્ય પક્ષોએ આ વિરોધ માર્ચને લઈને વિપક્ષની ટીકા કરી છે. શાસક ગઠબંધનના નેતાઓએ કહ્યું કે, આરજેડી અને કોંગ્રેસે બિહારમાં તેમના અગાઉના શાસનનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. વળતો પ્રહાર કરતાં એનડીએના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, તેમના શાસન દરમિયાન રાજ્યમાં જંગલરાજ જેવી સ્થિતિ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.