ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 17, 2024 2:47 પી એમ(PM)

printer

બિહારના ગયામાં પ્રખ્યાત પિતૃપક્ષ મેળાનો આજથી પ્રારંભ

બિહારના ગયામાં પ્રખ્યાત પિતૃપક્ષ મેળાનો આજથી પ્રારંભ થયો છે. કેન્દ્રીયમંત્રી જીતનરામ માંઝી ગયાના વિષ્ણુપદ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં 15 દિવસીય પિતૃપક્ષ મેળાનું ઉદ્ઘાટન કરશે. હિંદુ પરંપરા અનુસાર પિતૃ પક્ષના 15 દિવસના સમયગાળા દરમિયાન પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવામાં દેશભર માંથી લાખો લોકો આવે છે.
અહિયાં પિતૃઓના મોક્ષ માટે શ્રાદ્ધ, પિંડ દાન અને તર્પણ કરવામાં આવે છે. દર વર્ષે લાખો ભક્તો પિંડ દાન અને તર્પણ માટે ફાલ્ગુ નદીના કિનારે આવેલા વિષ્ણુપદ મંદિરે પહોંચે છે. પટના જિલ્લામાં પુનપુન નદીના કિનારે પિતૃપક્ષનો મેળો પણ આજથી શરૂ થઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે પુનપુન પર પિંડ દાન અર્પણ કર્યા પછી, ભક્તો તર્પણ માટે ગયા જાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.