સપ્ટેમ્બર 6, 2025 1:58 પી એમ(PM)

printer

બિહારના ગયામાં આજથી વિશ્વ પ્રસિદ્ધ પિતૃ પક્ષ મેળા મહાસંગમનો આરંભ

બિહારના ગયાજીમાં આજથી વિશ્વ પ્રસિદ્ધ પિતૃ પક્ષ મેળા મહાસંગમ 2025 શરૂ થઈ રહ્યો છે. આ વર્ષે પિતૃ પક્ષ મેળો 21 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. કેન્દ્રીયમંત્રી જીતન રામ માંઝી આજે સાંજે આ મેળાનું ઉદ્ઘાટન કરશે.
આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા સહિત અનેક મહાનુભાવો પણ હાજર રહેશે. સમગ્ર મેળા વિસ્તારને 17 સુપર ઝોન, 43 ઝોન અને 324 સેક્ટરમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં તર્પણ કરવા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ પહોંચશે.