દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ગુજરાતનાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બિલ વિના ફટાકડાનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.જેમાં સ્ટેટ જીએસટી વિભાગને બિલ વિના ફટાકડાના વેચાણો તથા જીએસટી કમ્પલાયન્સમાં કરાતી ગેરરીતિઓ અંગેની બાતમી મળી હતી. જેના આધારે ગુજરાત રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (એસજીએસટી) વિભાગની ટીમો દ્વારા ફટાકડાના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલા 37 કરદાતાઓ વિરુદ્ધ રાજ્યવ્યાપી તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ માહિતીના આધારે અધિકારીઓએ ગ્રાહક તરીકે વિવિધસ્થળોની મુલાકાત લઈને મેળવેલી માહિતીના વિશ્લેષણ બાદ 9 ઑક્ટોબરના રોજ અમદાવાદ, સુરત, આણંદ, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠા, રાજકોટ, ગાંધીધામ, વાપી, જામનગર, વલસાડ અને મોરબીમાં આવેલા 37 કરદાતાઓના 69 ધંધાના સ્થળોએ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન કુલ રૂ. 4.33 કરોડની કરચોરી સામે આવી હતી.
Site Admin | ઓક્ટોબર 12, 2025 9:31 એ એમ (AM)
બિલ વિના ફટાકડાના વેચાણ મામલે GSTની ટીમોએ પાડેલા રાજ્યવ્યાપી દરોડામાં 4 કરોડ રૂપિયાથી વધુની કરચોરી પકડાઈ