રાજ્યમાં આગામી સમયમાં સાયન્સ ટેક્નોલોજી અને ઇનોવેશન (STI) નીતિ અંતર્ગત બે સાયન્સ અને ટેક્નોલોજી ક્લસ્ટર સ્થાપવામાં આવશે તેમ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે જણાવ્યું હતું. આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે “બિલ્ડિંગ સીનર્જીસ ઇન ઈન્ડીયન ઇનોવેટિવ ઇકોસિસ્ટમ” વિષય પર આયોજિત રાષ્ટ્રીય કાર્યશાળામાં સુશ્રી ખંધારે આ મુજબ જણાવ્યું..
નીતિ આયોગ ,ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ અને ટેક્નોલોજી (ગુજકોસ્ટ),તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યશાળા આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા જેવી પહેલોથી પ્રેરિત નવીનીકરણ વ્યવસ્થાતંત્રને આકાર આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.