ગત 13 એપ્રિલ 2025ના રોજ યોજાયેલી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષા પેપર બેનું પરિણામ ભરતી બોર્ડની વેબ સાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે.ઉમેદવારો પોતાના ગુણ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in અને https://lrdgujarat2021.in ઉપર જોઈ શકશે. જે ઉમેદવારો પોતાના લેબિત પરીક્ષાના પેપર-૨નું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ દશમી જાન્યુઆરી 2026ના રોજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં રીચેકિંગ માટે અરજી કરી શકશે. રી ચેકિંગની કાર્યવાહી બાદ ખાલી જગ્યાના બે ઘણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 27, 2025 9:44 એ એમ (AM)
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરનું પરિણામ ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર