જૂન 13, 2025 7:35 પી એમ(PM) | ચૂંટણી

printer

બાવીસમી જૂને યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તૈયારીઓ પૂરજોશમાં

પંચમહાલ જીલ્લાની 249 ગ્રામ પંચાયતના 391 સરપંચ અને 1993 સભ્યો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.આગામી 22 જૂને જિલ્લાના 7 તાલુકા ગોધરા,શહેરા, મોરવાહ, કાલોલ,ઘોઘંબા,હાલોલ, અને જાંબુઘોડામાં યોજાનારી ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થયું છે.  નર્મદા જિલ્લામાં ૧૧૨ ગ્રામ પંચાયતની ચુંટણીની તૈયારીઓ  પુર જોશમાં ચાલી રહી છે. નાંદોદ તાલુકાની ૯ ગ્રામ પંચાયતોમાં સરપંચની અને ૬૭ વોર્ડમાં સભ્યોની ચુંટણી યોજાશે. તિલકવાડા તાલુકામાં ૧૦ ગામમાં સરપંચની ચુંટણી યોજાશે.તો ગરુડેશ્વર તાલુકાના કારેલી ગામમાં સરપંચની ચુંટણી યોજાશે, જિલ્લામાં  કેટલીક ગ્રામ પંચાયતો સમરસ બની છે.