ડિસેમ્બર 24, 2025 8:51 એ એમ (AM)

printer

બાળકો અને તરુણોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ટાઈપ- 1 ડાયાબીટીસ નિયંત્રણ કાર્યક્રમનો આજથી રાજ્યવ્યાપી આરંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર ખાતેથી રાજ્યના બાળકો અને તરુણોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે “ટાઈપ-1 ડાયાબીટીસ (જુવેનાઈલ ડાયાબીટીસ) નિયંત્રણ કાર્યક્રમ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં જુવેનાઈલ ડાયાબીટીસ ધરાવતા તમામ દર્દીઓને વહેલું નિદાન, સચોટ સારવાર અને લાંબાગાળાની સંભાળ પૂરી પાડી તેમને ગુણવત્તાસભર જીવન આપવાનો છે.