ઓગસ્ટ 4, 2025 9:26 એ એમ (AM)

printer

બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી

બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. કાશ્મીર ડિવિઝનલ કમિશનર વિજય કુમાર બિધુરીએ જણાવ્યું કે, તાજેતરના ભારે વરસાદને કારણે બાલતાલ અને પહેલગામ રૂટ પર સમારકામ અને જાળવણીનું કામ જરૂરી બન્યું છે. તેમણે કહ્યું, આ રૂટ પર કામદારો અને મશીનોની સતત તૈનાતીને કારણે યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વર્ષે ત્રણ જુલાઈએ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ચાર લાખ 14 હજારથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે.