બારડોલીમાં ખેડૂત સંમેલન યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી વર્ષના ઉપલક્ષ્યમાં યોજાનાર ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરશે.
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન 29મી મે થી યોજીને દેશના રાજ્યોમાં ખેડૂત અને ખેતીને લગતા વિવિધ વિષયો ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શિવરાજસિંહ ચૌહાણે ઓરિસ્સાથી રાષ્ટ્રીય પ્રારંભ કરાવ્યો હતો તેનું સમાપન હવે કેન્દ્રીય કૃષિ મંત્રીની ઉપસ્થિતિમાં આજે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ખેડૂત સંમેલન સાથે થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.