ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 14, 2025 3:43 પી એમ(PM)

printer

બારડોલીથી સોમનાથ સુધી આયોજીત સરદાર સન્માન યાત્રા પંચમહાલના હાલોલ પહોંચી હતી.

બારડોલીથી સોમનાથ સુધી આયોજીત સરદાર સન્માન યાત્રા પંચમહાલના હાલોલ પહોંચી હતી. ત્યાંથી આ યાત્રા કાલોલ, દેલોલ, વેજલપુર, ટૂવા, ટિમ્બા અને સેવાલિયા માર્ગે થઈને ગોધરા પહોંચી. ગઈકાલે ગોધરા પહોંચેલી યાત્રાનું શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય સ્વાગત કરાયું. સિવિલ લાયન્સ પાસે આવેલા સરદારનગર ખંડ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઈ પટેલનો ગોધરા સાથે ઐતિહાસિક સબંધ રહ્યો હતો. તેમણે વકીલાતની શરૂઆત ગોધરાથી કરી હતી. આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધી અને સરદાર પટેલની સંયુક્ત સભા પણ ગોધરાના ગાંધી આશ્રમમાં જ યોજાઈ હતી.