પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ‘બાથરૂમ બાંધકામ સહાય યોજના’ હેઠળ પંચમહાલ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં સાત હજાર ૫૩૧ લાભાર્થીઓને કુલ ત્રણ કરોડ 76 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.
આજે વિધાનસભામા એક પ્રશ્નનાં જવાબમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું કે આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા સો ટકા ફાળા પેટે લાભાર્થી દીઠ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે.
Site Admin | માર્ચ 20, 2025 3:27 પી એમ(PM)
બાથરૂમ બાંધકામ સહાય યોજના’ હેઠળ પંચમહાલ જિલ્લામાં લાભાર્થીઓને સહાય ચૂકવાઈ
