બાંધકામ ક્ષેત્રમાં તકરારી જમીન અંગેનો મુદ્દાના ઉકેલ માટે મુખ્યમંત્રીએ બિલ્ડર્સ પાસેથી સૂચનો મંગાવ્યાં છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા ક્રેડાઈ ગુજરાતની ‘ચેન્જ ઓફ ગાર્ડ’ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ઈચ્છે છે કે ગુજરાતનું રિયલ એસ્ટેટ સેક્ટર નીતિ નિર્માણની પ્રક્રિયામાં રચનાત્મક સૂચનો આપીને સહભાગી બને.રાજ્યમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણ પ્રિય અને આધુનિક બની રહ્યું છે: ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળીશું એવા આત્મવિશ્વાસ સાથે આ સેક્ટર આગળ વધી રહ્યું છે.મુખ્યમંત્રી કહ્યું કે આપણે બાંધકામ ક્ષેત્રે ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે આત્મનિર્ભર બનવાનું છે. આ કાર્યક્રમમાં ક્રેડાઈ ગુજરાત અને અમદાવાદના નવા હોદ્દેદારોની નિમણૂક સાથે, ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ માટે સરકાર અને ઉદ્યોગ વચ્ચેના સહકારને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
Site Admin | ઓગસ્ટ 8, 2025 9:39 એ એમ (AM)
બાંધકામ ક્ષેત્રમાં તકરારી જમીનોના પ્રશ્નના નિકાલ માટે બિલ્ડર જૂથો અને સરકારના સહિયારા પ્રયાસો પર મુખ્યમંત્રીએ ભાર મૂક્યો