ડિસેમ્બર 23, 2025 9:39 એ એમ (AM)

printer

બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતમાં તમામ કોન્સ્યુલર સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરી

નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશને,અનિવાર્ય સંજોગોને કારણે બાંગ્લાદેશના વિઝા આપવા સહિતની તમામ કોન્સ્યુલર સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સસ્પેન્શન આગામી સૂચના સુધી અમલમાં રહેશે. બાંગ્લાદેશના અગ્રણી દૈનિક ધ બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, સોમવારે આ નિર્ણયની પુષ્ટિ કરવામાં આવી હતી.