ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 26, 2025 2:14 પી એમ(PM)

printer

બાંગ્લાદેશ આજે તેનો 55મો સ્વતંત્રતા દિવસ અને રાષ્ટ્રીય દિવસ ઉજવી રહ્યું છે

બાંગ્લાદેશ આજે તેનો 55મો સ્વતંત્રતા દિવસ અને રાષ્ટ્રીય દિવસ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે દેશમાં રાષ્ટ્રીય સ્તરે અનેક કાર્યક્રમો યોજાયા હતા. 26 માર્ચ 1971 સુધી પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશને પશ્ચિમ પાકિસ્તાનના શાસન હેઠળ નોંધપાત્ર રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ભેદભાવ અને દમનનો સામનો કરવો પડ્યો હતો.
રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને દેશવાસીઓને રાષ્ટ્રનાં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે પુનરોચ્ચાર કર્યો કે, રાષ્ટ્રીય ચૂંટણીઓ આ વર્ષે ડિસેમ્બરથી આગામી વર્ષે જૂન વચ્ચે યોજાશે. તેમણે કહ્યું કે, વચગાળાની સરકાર સૌથી મુક્ત, ન્યાયી અને સ્વીકાર્ય ચૂંટણીઓ યોજવા માટે પ્રતિબદ્ધ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.