જુલાઇ 19, 2025 8:43 એ એમ (AM)

printer

બાંગ્લાદેશી અધિકારીઓએ 34 ભારતીય માછીમારોની તેમની બોટ સાથે માછીમારી કરવા બદલ ધરપકડ કરી

બાંગ્લાદેશી અધિકારીઓએ તાજેતરમાં મોંગલા નજીક 34 ભારતીય માછીમારોની તેમની બોટ સાથે તેમના જળ વિસ્તારમાં માછીમારી કરવા બદલ ધરપકડ કરી હતી.વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટનાની માહિતી મળતાં જ, બાંગ્લાદેશમાં ભારતીય ઉચ્ચાયોગે બાંગ્લાદેશી અધિકારીઓ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો અને તાત્કાલિક કોન્સ્યુલર એક્સેસની માંગ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ માછીમારો અને તેમની બોટ સુરક્ષિત અને વહેલા પરત આવે તે સુનિશ્ચિત કરવા માટે આ મામલા પર સતત નજર રાખવામાં આવી રહી છે.