નવેમ્બર 13, 2025 7:46 પી એમ(PM)

printer

બાંગ્લાદેશમાં 24મી એશિયન તીરંદાજી સ્પર્ધામાં ભારતના તીરંદાજોએ ત્રણ ચંદ્રક જીત્યા

ઢાકામાં 24મી એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતના તીરંદાજોએ બે સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક જીત્યા. ભારતીય તીરંદાજી એસોસિએશન અનુસાર, દીપશિખા, જ્યોતિ સુરેખા વેન્નારામ અને પ્રીતિકા પ્રદીપની મહિલા કમ્પાઉન્ડ ટીમે કોરિયાને 236 પોઈન્ટથી 234 થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો.
અભિષેક વર્મા અને દીપશિખાની મિશ્ર કમ્પાઉન્ડ ટીમે બાંગ્લાદેશને 153 પોઈન્ટથી 151 થી હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું.
અભિષેક વર્મા, સાહિલ જાધવ અને પ્રથમેશની પુરુષ કમ્પાઉન્ડ ટીમે કઝાકિસ્તાન સામે હાર્યા બાદ રજત ચંદ્રક જીત્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.