ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 25, 2024 8:05 પી એમ(PM) | બાંગ્લાદેશ

printer

બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે ફસાયેલા 6 હજાર 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અત્યાર સુધી સ્વદેશ પરત આવ્યા છે

બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનોવચ્ચે ફસાયેલા 6 હજાર 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અત્યાર સુધી સ્વદેશ પરત આવ્યાછે. નવી દિલ્હી ખાતે પત્રકારોને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારતને બાંગ્લાદેશ સરકારનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે. ઢાકામાં ભારતીય હાઈકમિશનરે વિદ્યાર્થીઓને સરહદ પાર કરવા અને હવાઈમથક સુધી સલામત રીતે ખસેડવાનીવ્યવસ્થા કરી છે. શ્રી જયસ્વાલે કહ્યું કે, વિદ્યાર્થીઓની મદદ માટેહેલ્પલાઈન સેવાઓ પણ ચોવીસ કલાક કામ કરી રહી છે. શ્રી જયસ્વાલે આશા વ્યક્ત કરી કે, બાંગ્લાદેશમાં સ્થિતિ ટૂંકસમયમાં સામાન્ય થઈ જશે. 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.