ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 21, 2025 7:46 પી એમ(PM)

printer

બાંગ્લાદેશમાં, વાયુસેનાનું તાલીમ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં પાઇલટ સહિત 19 લોકોના મોત, 100 લોકો ઇજાગ્રસ્ત

બાંગ્લાદેશમાં, બાંગ્લાદેશ વાયુસેનાનું તાલીમ વિમાન માઇલસ્ટોન કોલેજ કેમ્પસમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં વિમાનના પાઇલટ સહિત 19 લોકોના મોત થયા અને 100 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિક મીડિયાએ નેશનલ બર્ન ઇન્સ્ટિટ્યૂટના અધિકારી પ્રોફેસર મોહમ્મદ સૈદુર રહેમાનને ટાંકીને આ અહેવાલ આપ્યો છે.
ઢાકામાં અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે બાંગ્લાદેશ વાયુસેનાનું F7 વિમાન બપોરે એક વાગ્યે ને 30 મિનિટે કોલેજની એક ઇમારત સાથે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. બાંગ્લાદેશ સેના અને ફાયર સર્વિસે બચાવ કામગીરી શરૂ કરી છે.
આ ઘટના બાદ બાંગ્લાદેશ સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ધટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ સંદેશમાં, શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ