ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 28, 2024 7:43 પી એમ(PM) | બાંગ્લાદેશ

printer

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડી આજે જમાત-એ-ઇસ્લામી અને તેની વિદ્યાર્થી શાખા ઇસ્લામી છાત્રશિબિર પરથી પ્રતિબંધ હટાવી દીધો

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડી આજે જમાત-એ-ઇસ્લામી અને તેની વિદ્યાર્થી શાખા ઇસ્લામી છાત્રશિબિર પરથી પ્રતિબંધ હટાવી દીધો છે. આ જાહેરનામામાં જણાવાયું છે કે, આતંકવાદ અને હિંસામાં બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામી અને તેના વિદ્યાર્થી સંગઠન ઇસ્લામી છાત્રશિબિરની સંડોવણીના કોઈ પુરાવા નથી. તેથી આતંકવાદ વિરોધી અધિનિયમ, 2009ની કલમ 18માં આપવામાં આવેલી સત્તાઓ હેઠળ સરકારે અગાઉના જમાત, શિબિર અને તેના મોટા સંગઠનો પર પ્રતિબંધ મૂકવા કરાયેલોપરિપત્રને રદ કરી દીધો છે. જાહેરનામા પ્રમાણે આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ થશે.
આ પહેલા પહેલી ઑગસ્ટે ગઈ અવામી લીગના નેતૃત્વવાળી સરકારે આતંકવાદ વિરોધી અધિનિયમ 2009 અંતર્ગત જમાત, શિબિર અને તેના તમામ સહયોગી સંગઠન પર રાજકીય સંસ્થાઓ તરીકે પ્રતિબંધ લગાવાયો હતો.